નવી દિલ્હી : એચએમડી ગ્લોબલ ટૂંક સમયમાં પોતાનો નવીનતમ સ્માર્ટફોન 8.2 રજૂ કરશે. તેને નોકિયા 8.1 ના અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, તે 5 જી કનેક્ટિવિટીને ટેકો આપશે. એવી અપેક્ષા છે કે આ એચએમડી ગ્લોબલનો પોપ-અપ સેલ્ફી કેમેરા અને 8 જીબી રેમ સાથેનો પ્રથમ સ્માર્ટફોન હશે. રિપોર્ટ અનુસાર, આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હશે, જે ક્વાલકોમ સ્નેપડ્રેગન 735 પ્રોસેસર પર કામ કરશે.
ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરાશે
કંપનીનું કહેવું છે કે, નોકિયા 8.2 ને સ્નેપડ્રેગન 700 સિરીઝ પ્રોસેસર મળશે જે વધુ કાર્યક્ષમતા માટે 7 એનએમ પર કામ કરશે.
તે વધુ સારી ગેમિંગ અને પાવર કાર્યક્ષમતા માટે આગલી જનરેશનના એઆઇ એન્જિનથી સજ્જ હશે.
રિપોર્ટ અનુસાર, નોકિયા 8.2 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજનાં ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ કંપનીનો પહેલો ફોન હશે, જે 8 જીબી રેમ સાથે લોન્ચ કરશે.
ફોનમાં 32 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફી કેમેરો મળશે. તે એન્ડ્રોઇડ 10 પર આધારિત હશે. આ સિવાય તેમાં 64 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર મળી શકે છે.
તેને નોકિયા 8.1 નું અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. નોકિયા 8.1 ને 2018 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં 2.2 ગીગાહર્ટ્ઝ ક્વોલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર હતું.
એન્ડ્રોઇડ પાઇ પર આધારિત નોકિયા 8.1 ની હાલની કિંમત 15199 રૂપિયા છે. તેમાં 6.18 ઇંચનો ફુલ એચડી ડિસ્પ્લે અને ડ્યુઅલ રીઅર કેમેરો છે.