નવી દિલ્હી : નોકિયાનો ફ્લેગશિપ સ્માર્ટફોન નોકિયા 9 પ્યોરવ્યુ (Nokia 9 PureView) સસ્તો થઈ ગયો છે. આ સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની કિંમતમાં રૂ .15,000નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
નોકિયા 9 પ્યોરવ્યુની વિશેષતા તેમાં આપવામાં આવેલ પેન્ટા લેન્સ સેટઅપ છે. રીઅર પેનલ પર પાંચ કેમેરા આપવામાં આવ્યા છે. નોકિયા 9 પ્યોરવ્યુ કંપનીની વેબસાઇટ પર 34,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
નોકિયા 9 પ્યોરવ્યુની કિંમત 49,999 રૂપિયા હતી, પરંતુ હવે તે 15,000 રૂપિયા સસ્તો થઇ ગયો છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે.
નોકિયા 9 પ્યોરવ્યુના સ્પેસીફીકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 5.99 ઇંચનું ક્વાડ એચડી + ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં પાંચ રીઅર કેમેરા છે. આમાં 12 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર અને 12 મેગાપિક્સલનો આરજીબી સેન્સર છે.