ફિનલેન્ડની કંપની પાસે Nokiaના સ્માર્ટફોન બનાવવાનું લાઇસન્સ છે આ કંપની દ્વારા તાજેતરમાં ભારતમાં એક બજેટ સ્માર્ટફોન Nokia 2 ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ત્યારે તેની કિંમત દર્શાવવામાં આવી ન હતી. આજે Nokia 2ની કિંમતની જાહેરાત કરવામાં આવી છે અને તે 6,299 રૂપિયામાં મળશે. તે દેશની લીડિંગ રિટેલ સ્ટોર્સથી ખરીદી શકાય છે. 24 નવેમ્બરથી તેનું વેચાણ શરુ થાય છે અને તે ત્રણ કલર વેરિઅન્ટ – પ્યુટર બ્લેક, પ્યુટર વ્હાઇટ અને કોપર બ્લેકમાં ઉપલબ્ધ થશે.
આ સ્માર્ટફોન સાથે કેટલાક ઑફર્સ પણ મળી રહ્યા છે જેમાં રિલાયન્સ જિયોની એક ઓફર છે જેમાં Nokia 2ના ગ્રાહકો માટે 45 GB એક્સટ્રા ડેટા આપશે. ગ્રાહકો માટે દર મહિને 309 અથવા તેનાથી વધારે રિચાર્જ કરવાની શરત છે જે અંતર્ગત 9 મહિના સુધી રિચાર્જ કરાવવું પડશે
ડ્યુઅલ સિમ સપોર્ટિંગ Nokia 2ની સ્પેસીફિકેશન્સ વાત કરિયે તો 5-ઇંચનું LTPS એચડી (720×1280 પિક્સેલ) ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. 1.3 ગીગાહર્ટઝ ક્વોલકૉમ સ્નેપડ્રેગન 212 પ્રોસેસર આપવામાં આવેલ છે Nokia 2માં 1 GB રેમ છે અને તેની ઇન્ટરનલ મેમરી 8 GBની છે, જે કાર્ડની મદદથી 128 GB સુધી વિસ્તૃત કરી શકાય છે. આ સ્માર્ટફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 7.1 નુગટ પર ચાલે છે. સાથે સાથે તરતમાં Nokia 2માં ઓરીયો અપડેટ પણ આપવામાં આવશે.
ફોટોગ્રાફી માટે તેના રીઅરમાં એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો કેમેરા અને 5 મેગાપિક્સલનો કેમેરા છે.માર્કેટમાં આ ફોનની તુલના Xiaomi Redmi 4A અને Moto C સાથે થશે. કંપનીના પોર્ટફોલિયોમાં Nokia 3ની નીચે જગ્યા આપવામાં આવી છે.
કનેક્ટિવિટી માટે Nokia 2માં 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ વી 4.1, જીપીએસ / એ-જીપીએસ, એફએમ રેડિયો, માઇક્રો-યુએસબી અને 3.5 એમએમની ઑડિયો જેક આપવામાં આવી છે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.