જો તમે તમારા ચાહવાવાળા સાથે વિડીયો કોલ્સ કરી તે યાદને ઓફ લાઈન થયા પછી પણ વાગોળવા માંગતા હો તો હવે એ શક્ય છે. અમે આજે આપને એક તરકીબ આપીશું આ ના થી તમે તમારા મોબાઈલ સ્ક્રીન પર રેકોર્ડ કરી શકશો. એજ રીતે તમારો વિડીયો કોલ પણ ખુબજ સરળતાથી રેકોર્ડ કરી શકશો.
સ્ટેપ -૧ વોટ્સએપ વિડીયો કોલને રેકોર્ડ કરવા સૌથી પહેલા તમે તમારા ફોનમાં REC.Screen Recorder એપને ડાઉનલોડ કરી લો. આનાથી તમારા ફોન પર આવતા દરેક વિડીયો રેકોર્ડ થઈ જશે.
સ્ટેપ -૨ જયારે તમે આ એપને ઓપન કરશો તમારી સામે વિડીયોની સાઈઝ, બીટ રેટ ડયુરેશન ફાઈલ નામ સેટ કરવાનો ઓપ્શન આવશે. તમારી જરૂરિયાત પ્રમાણે આ બધુજ સેટ કરી રાખો.
સ્ટેપ -૩ તમારી જરૂરિયાત પ્રમાણે આ બધુજ સેટ કર્યા બાદ રેકોર્ડ બટન પર ક્લિક કરો. હવે તમારી સામે ફોટા, મીડિયા ફાઈલને એક્સેસ કરવાની પરમીશન માંગશે ઓકે આપતા આ આગળની પ્રક્રિયા શરુ થશે
સ્ટેપ -4 ઓકે થતાંજ તમારા ફોનની એક્ટીવીટી કેપ્ચર કરવાની માંગશે પરમીશન હવે સ્માર્ટ નાઉ પર ક્લિક કરવાથી વિડીયો રેકોર્ડ કરી શકાશે.
છે ને સરળ રીત તો રાહ કોની જુઓ છો તમારા ફોનને પણ આ ટેકનોલીજીથી સજ્જ કરી દો