નવી દિલ્હી : વનપ્લસના ત્રણ સ્માર્ટફોનમાં ઓક્સિજન ઓએસ (Oxygen OS)નું અપડેટ આવ્યું છે. આ અપડેટની સાથે હવે આ સ્માર્ટફોનમાં વાઇફાઇ કોલિંગ સુવિધા એક્ટિવ થઇ શકશે. કંપનીએ વનપ્લસ 7, વનપ્લસ 7 પ્રો અને વનપ્લસ 7 ટી પ્રો માટે અપડેટ્સ જાહેર કર્યા છે.
આ ખરેખર એક સિક્યુરિટી અપડેટ છે જે નવેમ્બર 2019 પછી આવ્યું છે. હવે આ ત્રણ સ્માર્ટફોન યુઝર્સ પણ જિયો તરફથી આપવામાં આવતી વાઇફાઇ કોલિંગને સપોર્ટ કરશે. અગાઉ, તેમાં માત્ર એરટેલ વાઇફાઇ કોલિંગ જ આપવામાં આવતું હતું.
જો તમારી પાસે જિયો સિમ છે અને આ ત્રણમાંથી કોઈપણ સ્માર્ટફોન છે, તો હવે તમે જિયો વાઇફાઇ કોલિંગનો લાભ લઈ શકો છો.