OnePlus 5T આ વર્ષે OnePlusનો બાજો ફ્લેગશીપ સ્માર્ટફોન છે આજે 28 ઑગસ્ટે ભારતમાં OnePlus 5Tનું ઓનલાઈન સેલ શરૂ થયો છે. ગ્રાહક તેને OnePlusના અધિકૃત ઓનલાઇન સ્ટોર અને Amazon પરથી ખરીદી શકે છે બન્ને જગ્યાએ ગ્રાહકોને લગભગ એક જ ઑફર્સ જોવા મળશે. યાદ રાખવું આ સ્માર્ટફોન પર 21 નવેમ્બર અને 24 નવેમ્બરે પહેલાં પણ પ્રારંભિક સેલથી ઉપલબ્ધ હતો.
ભારતમાં OnePlus 5Tના બે વેરિઅન્ટ ઉપલબ્ધ છે. 6 GB રેમ સાથે સાથે 64 GB ઇન્ટરનલ મેમરી જેની કિંમત 32,999 અને 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ મેમરી જેની કિંમત 37,999 રૂપિયા છે. તે માત્ર એમેઝોન ભારત વેબસાઇટ અને વન પ્લસ ઓનલાઇન સ્ટોરમાંથી ખરીદી શકાય છે. અહીં ફક્ત OnePlus 5T મિડનાઈટ બ્લેક વેરિઅન્ટ જ મળશે.
One Plus 5Tમાં સ્પેસિફિકેશન્સની વાત કરિએ તો OnePlus 5T માં ક્વોલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની સ્પીડ 2.45 ગીગાહર્ટઝ છે. તે બે મેમરી વેરિઅન્ટમાં આવે છે 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ મેમરી . 6.01 ઇંચનું પૂર્ણ એચડી એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જે બેજલ લેસ છે.
ફોટોગ્રાફી માટે OnePlus 5Tમાં ડીવીડી રીઅર કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે, પરંતુ આ વખતે સેટઅપમાં ફેરફારો છે. આ વખતે ટેલિફોટો લેન્સની જગ્યાએ કંપનીએ લાર્જ અસ્પર્ચનું લેન્સ આપ્યું છે.
આ ફોનની વિશેષતા તેનો સેલ્ફી કૅમેરા ફીચર્સ છે તે ફેસને જોઈને અનલોક થઇ જશે.જો કે iPhone X ફેસ આઈડી ડેડિકેટેડ સેન્સર્સ OnePlus 5Tમાં નથી એથી આ ફીચર્સ કેટલું સફળ રહેશે તે જોવાનું રહ્યું। રીઅર કેમેરામાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ છે અને તેના દ્વારા 30 ફ્રેમ પ્રતિ સેકન્ડથી 4 k વિડિયો શૂટ કરી શકો છો.