નવી દિલ્હી : વનપ્લસ (OnePlus) 2 જુલાઈએ ભારતમાં સસ્તા સ્માર્ટ ટીવી લોન્ચ કરી રહ્યું છે. આ માટે પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. હવે આ માહિતી પ્રકાશમાં આવી છે, કંપની ત્રણ નવા સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એક ટવીટમાં કંપનીએ જણાવ્યું છે કે આગામી સ્માર્ટ ટીવીની પ્રારંભિક કિંમત 1X999 રૂપિયા હશે.
ટોપ વેરિયન્ટની કિંમત 4X999 રાખવામાં આવશે. કંપનીએ હજી સુધી સ્ક્રીનના કદનો ખુલાસો કર્યો નથી, તેથી તે કહેવું મુશ્કેલ છે કે કયા રેન્જમાં કયા વેરિએન્ટની કિંમત હશે.
એમેઝોન પર આ સ્માર્ટ ટીવીની પ્રી બુકિંગ પર, કંપની બે વર્ષ માટે વિસ્તૃત વોરંટી પણ આપી રહી છે. કંપનીએ ટીઝર રજૂ કર્યું હોવાથી સ્પષ્ટ છે કે ત્રણ જુદા જુદા કદના સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવશે.
બેઝ વેરિઅન્ટની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી હશે અને તે 32 ઇંચનું હોઈ શકે. આ સિવાય બંને વેરિયન્ટ્સ 40 હજાર રૂપિયાથી ઓછી કિંમતના હશે અને તેમાં 32 ઇંચ, 43 ઇંચ અને 55 ઇંચના બજેટ સ્માર્ટ ટીવી શામેલ હશે.