નવી દિલ્હી : ઓપ્પો એ 31 (Oppo A31 2020) 28 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેને ભારતમાં ઘણી ઓનલાઇન સાઇટ્સ પર વેચવા માટે ઉપલબ્ધ કરાયો છે. હાલમાં ફક્ત 4 જીબી રેમ મોડેલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેનું 6 જીબી રેમ વેરિઅન્ટ માર્ચના બીજા અઠવાડિયામાં વેચવાનું શરૂ કરશે. ઓપ્પો એ 31 (2020) ફ્લિપકાર્ટ, એમેઝોન અને ટાટા ક્લીક દ્વારા ખરીદી શકાય છે. આ ફોન અહીં મિસ્ટ્રી બ્લેક અને ફેન્ટેસી વ્હાઇટ કલરમાં સૂચિબદ્ધ છે.
ઓપ્પો એ 31 (2020) ના 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ભારતમાં 11,490 રૂપિયા રાખવામાં આવી છે. લોન્ચ દરમિયાન કંપનીએ માહિતી આપી હતી કે આ સ્માર્ટફોન ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનને આ મહિનાની શરૂઆતમાં ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તે ભારતીય બજારમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. તેના 6 જીબી રેમ વેરિએન્ટની કિંમત 13,990 રૂપિયા રાખવામાં આવી છે.
ઓપ્પોના આ નવા સ્માર્ટફોન સાથે ઉપલબ્ધ ઓફર્સ વિશે વાત કરવામાં આવે તો આઈસીઆઈસીઆઈ બેંક અને યસ બેંકના ગ્રાહકોને ઇએમઆઈ વિકલ્પનો ઉપયોગ કરવા પર 5 ટકા કેશબેક મળશે. આ ઉપરાંત જિયો યૂઝર્સને 7,050 રૂપિયાનો ફાયદો પણ મળશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.