નવી દિલ્હી : ઓપ્પોએ તેના મીડ-રેંજ એ સીરીઝ લાઇનઅપમાં નવો સ્માર્ટફોન ઓપ્પો એ 31 (Oppo A31 2020) લોન્ચ કર્યો છે. નોંધનીય છે કે, નવો એ 31 એ 2015 માં શરૂ કરાયેલા ઓપ્પો એ 31 કરતા અલગ છે. હાલમાં, આ સ્માર્ટફોન ફક્ત ઇન્ડોનેશિયામાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપ્પો એ 31 2020 સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિઓ પી 35 (MediaTek Helio P35) પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ઓપ્પો એ 31 2020ની કિંમત આઈડીઆર 25,99,000 (લગભગ 13,500 રૂપિયા) રાખવામાં આવી છે અને હાલમાં તે ઇન્ડોનેશિયાના બજારમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન મિસ્ટ્રી બ્લેક અને ફેન્ટેસી વ્હાઇટ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. હાલમાં, અન્ય બજારોમાં તેના લોન્ચિંગ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ સ્માર્ટફોન એક મીડ-રેંજ સ્માર્ટફોન છે અને તેમાં ડ્યુઅલ સિમ (નેનો) સપોર્ટ સાથે મીડિયાટેક હેલિઓ પી 35 પ્રોસેસર છે. આ ફોન 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. કેટલીક અન્ય વિશિષ્ટતાઓની વાત કરીએ તો તેમાં 6.5 ઇંચની એચડી + (720×1,600 પિક્સેલ્સ) ડિસ્પ્લે, 4230 એમએએચની બેટરી અને રીઅર ફિંગરપ્રિન્ટ સેન્સર છે.