નવી દિલ્હી : ઓપ્પો એ 72 5 જી (Oppo A72 5G) ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેના 4 જી વેરિએન્ટ જૂન માસમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. નવા મોડેલમાં 5 જી મોડેમ ઉપરાંત, 4 જી મોડેલની તુલનામાં કેટલાક અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે. તેમાં મીડિયાટેક પ્રોસેસર છે, જ્યારે 4 જીમાં સ્નેપડ્રેગન 665 હતું. ઉપરાંત, નવા મોડેલમાં હાઈ રીફ્રેશરેટ ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.
ઓપ્પો એ 72 5 જી સિંગલ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેની કિંમત સીએનવાય 1,899 (લગભગ 20,200 રૂપિયા) રાખવામાં આવી છે. ગ્રાહકો માટે આ ફોન નિયોન, ઓક્સિજન વાયોલેટ અને સિમ્પલ બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. હાલમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અને ઉપલબ્ધતાના સંદર્ભમાં માહિતી આપવામાં આવી નથી.
Oppo A72 5Gના સ્પેસીફીકેશન્સ
આ સ્માર્ટફોન કલરઓએસ 7.2 પર ચાલે છે અને તેમાં 6.5 ઇંચની ફુલ-એચડી + (1,080×2,400 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે, જેમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ છે. તેમાં 8 જીબી રેમ સાથે ડાઇમેન્સિટી 720 પ્રોસેસર છે. તે 5 જીને સપોર્ટ કરે છે.