નવી દિલ્હી : ઓપ્પો (Oppo)ના K સિરીઝના સ્માર્ટફોન Oppo K1ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કલરઓએસ 6 અપડેટ અંતર્ગત આ સ્માર્ટફોન પર એન્ડ્રોઇડ પાઇ ઉપલબ્ધ કરાયા પછી કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રાઇસ કટ થયા બાદ 6 જીબી રેમ વેરિઅન્ટ 4 જીબી રેમ વેરિએન્ટની કિંમતમાં મળશે. તમને જણાવી દઈએ કે ઓપ્પો ભારતની પાંચમી સૌથી મોટી સ્માર્ટફોન કંપની છે.
મુંબઈ સ્થિત રિટેલર મહેશ ટેલિકોમે પહેલા ભાવ ઘટાડા અંગે માહિતી આપી છે. મનીષ ખત્રીના જણાવ્યા પ્રમાણે 6 જીબી રેમ વેરિઅન્ટ હવે 13,990 રૂપિયામાં મળશે. નવા ભાવ આજથી લાગુ થશે. ફ્લિપકાર્ટ પર માત્ર 4 જીબી રેમના વેરિએન્ટ્સને 13,990 રૂપિયામાં લિસ્ટેડ કરવામાં આવ્યા છે. અહીં સૂચિમાં કોઈ 6 જીબી રેમ વેરિએન્ટ નથી. ઉલ્લેખનીય છે કે, 4 જીબી રેમ વેરિઅન્ટ્સ ભારતમાં 16,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા હતા. ફ્લિપકાર્ટ પર પહેલેથી જ તેના પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.