નવી દિલ્હી : એવી અપેક્ષા છે કે ઓપ્પો રેનો 3 5જી (Oppo Reno 3 5G) આવતા મહિને લોન્ચ થઈ શકે છે. દરરોજ આ ફોનના સ્પેસીફીકેશન્સ ટીઝ કરવામાં આવે છે. આ વખતે ઓપ્પોના વાઇસ પ્રેસિડેન્ટ બ્રાયન શેને આ ફોનની બેટરી વિશેની માહિતી શેર કરી છે. ઉપરાંત, વીપીએ ડ્યુઅલ-બેન્ડ 5 જી સપોર્ટની શક્યતા વિશે ટીઝ કર્યું છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે ઓપ્પો રેનો 3 પ્રો 5 જી નું ફુલ ફ્રન્ટ રેન્ડર પણ ઓનલાઈન લીક થઈ ગયું છે. તેમાં હોલ પંચ ડિસ્પ્લે જોઇ શકાય છે. ટીઝર મુજબ, આ ફોન કલરઓએસ 7 પર ચાલશે, જે ભારતમાં તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
https://smedia2.intoday.in/aajtak/images/stories/092019/reno_3_pro_1575029500_618x347.jpeg
શેને ટ્વિટર પર પુષ્ટિ આપી છે કે ઓપ્પો રેનો 3 5 જીમાં 4,025 એમએએચ બેટરી મળશે. નોંધનીય છે કે, 4,000 એમએએચની બેટરી જૂના મોડેલ એટલે કે ઓપ્પો રેનો 2 માં ઉપલબ્ધ છે. એટલે કે, નવા મોડેલમાં બેટરીની ક્ષમતામાં થોડો વધારો થશે.
તેમણે ટ્વીટમાં ડ્યુઅલ-મોડ 5 જી સપોર્ટ અંગે વપરાશકર્તાઓની અપેક્ષાઓ વિશે પણ લખ્યું છે અને વપરાશકર્તાઓ પાસેથી પ્રતિસાદ માંગ્યો છે. ઓપ્પો પહેલેથી જ પુષ્ટિ કરી ચૂક્યું છે કે ઓપ્પો રેનો 3 સીરીઝ ડ્યુઅલ-મોડ 5 જી સપોર્ટ સાથે આવશે. આનો અર્થ એ છે કે તેમાં એનએસએ અને એસએ બંને સ્ટાન્ડર્સ સપોર્ટ મળશે.