નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, કંપનીનો બહુપ્રતીક્ષિત રેનો 3 પ્રો (Reno 3 Pro) સ્માર્ટફોન 2 માર્ચે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ સત્તાવાર ટ્વીટ દ્વારા લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, કંપનીએ આ ઉપકરણ માટે ભારતમાં એક સમર્પિત લેન્ડિંગ પેજ પણ બનાવ્યું છે.
લેન્ડિંગ પેજમાં ઓપ્પોએ જણાવ્યું હતું કે, રેનો 3 પ્રો 44 એમપીના ડ્યુઅલ પંચ-હોલ કેમેરા સાથેનો વિશ્વનો પ્રથમ ફોન છે. આ સ્માર્ટફોન તાજેતરમાં એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પર જોવા મળ્યો હતો. એટલે કે, સ્પષ્ટ છે કે આ સ્માર્ટફોન લોન્ચ થયા પછી બંને ઇ-કોમર્સ વેબસાઇટ પર જોવા મળશે.