મુંબઈ : ચીનની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પો 2 માર્ચે ભારતમાં પોતાનો આગામી સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ સ્માર્ટફોન ઓપ્પો રેનો 3 પ્રો હશે અને તેની પ્રી બુકિંગ શરૂ કરી દેવામાં આવી છે.
કંપની દાવો કરી રહી છે કે, તે વિશ્વનો પહેલો સ્માર્ટફોન છે જેમાં 44 મેગાપિક્સલના અને 2 મેગાપિક્સલનક બે સેલ્ફી કેમેરા છે. કંપનીએ કહ્યું છે કે, આ સ્માર્ટફોન અનેક ઓફર્સ સાથે પ્રી બુકિંગ માટે ઉપલબ્ધ છે.
તમે ફ્લિપકાર્ટ, એમેઝોન ઇન્ડિયા અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સથી ઓપ્પો રેનો 3 પ્રોની પૂર્વ-બુકિંગ કરી શકો છો. ઓફર્સ વિશે વાત કરતાં, એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ખરીદી પર અહીં 10% સુધીનું કેશબેક આપવામાં આવશે.
આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક અને આરબીએલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર પણ ઓફર છે.