નવી દિલ્હી : સ્માર્ટફોન નિર્માતા ઓપ્પોએ ગયા વર્ષે ચીનમાં રેનો 3 પ્રો 5 જી (Reno 3 Pro 5G ) અને રેનો 3 5 જી (Reno 3 5G) લોન્ચ કર્યો હતો અને તેના લોન્ચ પછી તરત જ વેચાણમાં ઉપલબ્ધ કરાયો હતો. હવે લાગે છે કે ઓપ્પો રેનો 3 પ્રો ફક્ત ચીન સુધી મર્યાદિત રહેશે નહીં. એક રિપોર્ટ અનુસાર, તેને ભારતીય માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવશે. તે પણ ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે અને 5 જી સપોર્ટ વિના લાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
ભારતમાં ઓપ્પો રેનો 3 પ્રો લોન્ચ કરવાની માહિતી 91 મોબાઇલથી આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રેનો 3 પ્રોમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરો મળશે અને વિશ્વનો પ્રથમ 44 એમપીનો સેલ્ફી કેમેરો અહીં આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોનને એક જ સેલ્ફી કેમેરા સાથે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મોડેલ 5 જી સપોર્ટ વિના આવશે અને સંભવ છે કે પ્રોસેસર પણ અલગ હશે.