નવી દિલ્હી : ઓપ્પો રેનો 3 પ્રો (Oppo Reno 3 Pro) આજે (6 માર્ચ)થી પહેલીવાર ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાયો છે. તે ફ્લિપકાર્ટ અને એમેઝોન સહિત અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવશે. ઓપ્પો રેનો 3 પ્રોની પ્રારંભિક કિંમત ભારતમાં 29,990 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત બેઝ મોડેલની છે. અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ ઉપરાંત, તે ઓફલાઇન પ્લેટફોર્મથી પણ ખરીદી શકાય છે.
લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન કંપનીએ રેનો 3 પ્રો માટેની કેટલીક ઓફરની પણ જાહેરાત કરી હતી. જેમાં ઓપ્પો કેર સાથે પૂર્ણ નુકસાનની સુરક્ષા અને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક ગ્રાહકો માટે 10 ટકા કેશબેક શામેલ છે. આ સાથે, 1,000 નસીબદાર ગ્રાહકોને ઓપ્પો એન્કો ફ્રી મફત આપવામાં આવશે. આ ઉપરાંત કંપનીએ જિયો સાથે ભાગીદારી પણ કરી છે, જે અંતર્ગત ગ્રાહકોને 100 ટકા ડેટા લાભ મળશે.
ઓપ્પો રેનો 3 પ્રોના સ્પેસીફીકેશન્સ
આ સ્માર્ટફોનમાં હાઇપર બુસ્ટ સુવિધા છે, જે ગેમિંગનો વધુ સારો અનુભવ પ્રદાન કરશે. ઉપરાંત, ઓપ્પો પાસે તેનું પોતાનું સલૂપ સ્માર્ટ વિડીયો સંપાદક છે, જેથી વપરાશકર્તાઓ તેમના વિડીયોને સંપાદિત (એડિટ) કરી શકે અને તેમને સોશિયલ મીડિયા ચેનલો પર શેર કરી શકે. સ્પેસીફીકેશન્સની વાત કરીએ તો, ડ્યુઅલ-સિમ સપોર્ટ ધરાવતો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ કલરઓએસ 7 પર ચાલે છે અને તેમાં 6.7 ઇંચની ફુલ-એચડી + (1080×2400) સુપર એમોલેડ ડિસ્પ્લે છે. તેમાં ડ્યુઅલ પંચ-હોલ કટઆઉટ છે.