નવી દિલ્હી : ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા ઓપ્પોની સ્માર્ટ વોચ લોન્ચ થવા માટે તૈયાર છે. તાજેતરમાં જ શાઓમીએ ચીનમાં એમઆઈ વોચ પણ લોન્ચ કરી છે. ઓપ્પો અને શાઓમીની સ્માર્ટ વોચ જોઈને એપલ વોચ તરફથી ઇન્સ્પાયર લાગે છે. જોકે ઓપ્પોએ અત્યાર સુધી માત્ર ટીઝર જ રજૂ કર્યું છે.
ઓપ્પોએ તેની સ્માર્ટ વોચનું ટીઝર રજૂ કર્યું છે. આ ટીઝરમાં વક્ર સ્ક્રીન અને 3D ગ્લાસ પ્રોટેક્શનવાળી સ્ક્રીન બતાવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, કંપની તેના ફ્લેગશિપ ઓપ્પો ફાઇન્ડ એક્સ 2 સાથે સ્માર્ટ વોચ લોન્ચ કરી શકે છે.
ઓપ્પોના વાઇસ પ્રેસિડેન્ટ બ્રાયન શેને માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ઓપ્પો સ્માર્ટ વોચનું એક ટીઝર પોસ્ટ કર્યું છે. તેમણે લખ્યું છે કે તેમાં વક્ર સ્ક્રીન સાથે 3D ગ્લાસ છે.