નવી દિલ્હી : આખરે ઓપ્પોએ તેની પ્રથમ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. તેનું નામ ઓપ્પો વોચ (Oppo Watch) રાખવામાં આવ્યું છે. તે ઘણી રીતે Apple વોચ જેવી લાગે છે. તેને બે કદમાં લોન્ચ કરવામાં આવી છે 41 મીમી અને 46 મીમી આ બે સાઈઝ છે. તે ગૂગલના Wear OS પર આધારિત કલરઓએસ સ્માર્ટવોચના કસ્ટમ વર્ઝન પર ચાલે છે. આ ઓપ્પો વોચમાં એમોલેડ ડિસ્પ્લે છે અને તેમાં VOOC ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી છે. ઉપરાંત, તેમાં ઇએસઆઈએમ સપોર્ટ અને 5ATM વોટર રેસિસ્ટેંન્સ પણ આપવામાં આવ્યું છે.
ઓપ્પો વોચ (41 મીમી) ની કિંમત સીએનવાય 1,499 (લગભગ 15,000 રૂપિયા) રાખવામાં આવી છે અને તેને બ્લેક, ગોલ્ડ અને સિલ્વર એમ ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. ઓપ્પો વોચ (46 મીમી) ની વાત કરીએ તો તેની કિંમત CNY 1,999 (આશરે 20,000 રૂપિયા) રાખવામાં આવી છે અને તે બે મટીરીયલ ચોઇસમાં આવશે.
એલ્યુમિનિયમ મોડેલ કાળા રંગમાં હશે અને તેમાં સોનાના રંગ સાથે ફ્લોરોબર સ્ટ્રેપ વિકલ્પ મળશે. સ્ટેનલેસ સ્ટીલ વેરિઅન્ટ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, તેમાં લેધર સ્ટ્રેપ વિકલ્પ મળશે. તેની કિંમત CNY 2,499 (આશરે 25,000 રૂપિયા) રાખવામાં આવી છે. હાલમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઉપલબ્ધતા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. ચીનમાં તેનું વેચાણ 24 માર્ચથી શરૂ થશે.