નવી દિલ્હી : ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ ભારતમાં પોકો (POCO)ને સ્વતંત્ર સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે સ્થાપવાની જાહેરાત કરી છે. હવે પોકોએ તેના આગામી સ્માર્ટફોન લોન્ચિંગની તારીખ આપી છે.
POCO X2 કંપનીનો આગામી સ્માર્ટફોન છે અને તે 4 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ રહ્યો છે. કંપનીએ આ લોંચ ઇવેન્ટ માટે મીડિયા આમંત્રણો મોકલવાનું શરૂ કર્યું છે. લોન્ચિંગ ઇવેન્ટ નવી દિલ્હીમાં યોજાશે.
નોંધપાત્ર વાત એ છે કે, પોકોનો પહેલો સ્માર્ટફોન પોકો એફ 1 હતો, તેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે બીજો સ્માર્ટફોન પોકો એફ 2 હશે. પરંતુ તેવું નથી. ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર પોકો એક્સ 2 નું એક ટીઝર પણ છે.