નવી દિલ્હી : શાઓમીની સબ બ્રાન્ડ પોકોએ ભારતમાં એક નવો સ્માર્ટફોન POCO M2 Pro લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનના ત્રણ પ્રકારો છે. બેઝ વેરિયન્ટમાં 4GB રેમ સાથે 64GB સ્ટોરેજ છે. તેની કિંમત 13,999 રૂપિયા છે.
6 જીબી રેમ સાથેના મિડ વેરિઅન્ટમાં 64 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી છે. ટોપ વેરિયન્ટમાં 6 જીબી રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે અને તેની કિંમત 16,999 રૂપિયા છે.
પોકો એમ 2 પ્રોનું વેચાણ 14 જુલાઇથી શરૂ થશે. તે 14 જુલાઈએ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે.
પોકો એમ 2 પ્રો સ્પેસીફીકેશન્સ અને ફીચર્સ
પોકો એમ 2 પ્રોમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. તેમાં ફાઇવહોલ કેમેરો છે અને આસ્પેક્ટ રેશિયો 20: 9 છે. આ સ્માર્ટફોનમાં ગોરીલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.