વોટ્સએપ પર થોડા દિવસ પહેલા એક નવું ફીચર એડ કરવામાં આવ્યું વોટ્સએપ પર બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને મોકલવાનો મેસેજ ભૂલથી મમ્મી-પપ્પામાંથી કોઈને મોકલી આપ્યો. અથવા ફેન્ડ્સ ગ્રુપમાં મોકલવાનો જોક ફેમિલી ગ્રુપમાં મોકલાઈ ગયો તો હવે ગભરાવાની જરુર નથી 5 મિનિટની અંદર આ મેસેજ તમે ડિલિટ કરી શકો છો. જો આ સાંભળીને તમને લાગતું હોય કે વોટ્સએપનું આ નવું ફીચર મજાનું છે તો તમારે આ પણ જણી લેવાની જરુર છે.
આ ફીચર સાથે એક સમસ્યા છે. જો તેમે કોઈ મેસેજ ભૂલથી મોકલ્યા બાદ તેને ડિલિટ કરો છો તો રિસીવરના ચેટ બોક્સમાં એવું લખાઈને આવે છે કે ‘This message was deleted’ અને આ મેસેજ તેના ચેટ ફીડમાં સૌથી ઉપર રહે છે. એટલે કે તમારા નવા મેસેજની જેમ સામેવાળી વ્યક્તિને મળે છે. આ કારણે તેને ખબર પડી જશે કે તમે કોઈ મેસેજ કર્યો હતો અને હવે તેને ડિલિટ કરી દીધો છે.મતલબકે ભૂલ થી થયેલો મેસેજ ભલે સામેવાળાને મળે નહી પણ તેને અંદાજ ચોક્કસ આવી જાય છે કે તમે કોઈ મેસેજ કર્યા પછી ડિલિટ કર્યો છે.
વોટ્સએપ આ ફીચરની ખૂબ આતૂરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ચેટ એપના નવા લેટેસ્ટ અપડેટમાં ‘ડિલિટ ફોર એવરીવન’ ફીચર અંતર્ગત તમે મોકલેલા કોઈપણ મેસેજને પાંચ મિનિટની અંદર ડિલિટ કરી શકો છો. વોટ્સએપે પોતાના બ્લોગમાં આ આ ફીચરના અહેવાલોને સમર્થન આપ્યું છે.
તમે જે મેસેજને ડિલિટ કરવા માગતા હો તેના પર લોંગ પ્રેસ કરો જે બાદ તમને બેંડ પર કેટલાક ઓપ્શન આવશે જેમાં ડિલિટ માટેનો ઓપ્શન પણ અવેલેબલ હશે. આ ઓપ્શનને સિલેક્ટ કરતા તમને ત્રણ ઓપ્શન મળશે. ‘ડિલિટ ફોર મી’, ‘કેન્સલ’ અને ‘ડિલિટ ફોર એવરીવન’. જો તમે પહેલો ઓપ્શન પસંદ કરો છો તો મેસેજ ફક્ત તમારા મોબાઇલમાંથી ડિલિટ થશે. જો કેન્સલ કરશો તો મેસેજ ડિલિટ નહીં થાય. તે જ રીતે ડિલિટ ફોર એવરીવન કરવાથી મેસેજ તમારા અને રિસિવર બંનેના ફોનમાંથી ડિલિટ થઈ જશે.