નવી દિલ્હી : Realme 6 અને Realme 6 Pro ભારતમાં 5 માર્ચે લોન્ચ થઈ રહ્યા છે. કંપની છેલ્લા કેટલાક દિવસોથી ધીરે ધીરે તેના ટીઝરને રિલીઝ કરી રહી છે. અત્યાર સુધીમાં કંપનીએ માહિતી આપી છે કે રીઅલમી 6 સિરીઝમાં 64 એમપી એઆઈ ક્વાડકોર કેમેરો, 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 30 ડબલ્યુ ફાસ્ટ-ચાર્જિંગ અને પંચ-હોલ ડિઝાઇન આપવામાં આવશે.
વળી, તાજેતરના લિકમાં, એ પણ બહાર આવ્યું હતું કે રીઅલમી 6 અને રીઅલમી 6 પ્રોની પ્રારંભિક કિંમતો અનુક્રમે 9,999 અને 13,999 રૂપિયા હશે. જો કે, સત્તાવાર કિંમત વધારે હોઈ શકે છે. રિયલમી ઇન્ડિયાના સીએમઓનાં ટ્વીટ્સ પરથી આવા સંકેતો મળી રહ્યા છે.
રિયલમી ઈન્ડિયાના સીએમઓ ફ્રાન્સિસ વાંગે એક ટ્વિટમાં કહ્યું છે કે, ‘જો આપણે કિંમતના સંદર્ભમાં વાત કરીશું તો રિયલમી 6, રીઅલમી 5નું અપગ્રેડ નહીં હોય. અમે અમારા ઉત્પાદન પોર્ટફોલિયોને ફરીથી ડિઝાઇન કરી છે. રીઅલમી 6 એ અમારા નવા પ્રો છે. આશા છે કે આ કિંમતની બાબતને સ્પષ્ટ કરે છે. 5 માર્ચે મળીશું. આમાંથી સમજી શકાય છે કે રીઅલમી 6ની કિંમત રીઅલમી 5 કરતા વધારે હશે.
From the pricing perspective, realme 6 is not a successor of realme 5. Our product portfolio has been redefined. #realme6 is our new pro. Hope this clarifies price part. ?
See you on 5th March, watch it live! pic.twitter.com/jKLHNZrnTZ— Francis Wang (@FrancisRealme) March 3, 2020