નવી દિલ્હી : રિયલમી 7 (Realme 7) સિરીઝ 3 સપ્ટેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થઈ રહી છે. આ શ્રેણી અંતર્ગત, ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન રિયલમી 7 અને રિયલમી 7 પ્રો લોન્ચ કરવામાં આવશે. ગુરુવારે, એક ટિપ્સરે રિયલમી 7 પ્રોના સ્પેસીફીકેશન્સને લીક કર્યા હતા અને હવે ટિપ્સરે રિયલમી 7 ના સ્પેક્સ લીક કર્યા છે.
ટીપ્સ્ટર મુકુલ શર્માના જણાવ્યા અનુસાર, રિયલમી 7 ને 120 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચની ફુલ-એચડી + (1,080×2,400 પિક્સેલ્સ) આઇપીએસ ડિસ્પ્લે મળશે. આ સ્માર્ટફોન મીડિયાટેક હેલિઓ જી 95 પ્રોસેસર સાથે આવશે અને અહીં 6 જીબી + 64 જીબી અને 8 જીબી + 128 જીબીના બે રેમ અને સ્ટોરેજ વેરિએન્ટ હશે.
ફોટોગ્રાફી માટે ક્વાડ કેમેરા સેટઅપ રીઅલમી 7માં ઉપલબ્ધ થશે અને તેનો પ્રાથમિક કેમેરો 64 એમપીનો હશે. ઉપરાંત, 8 એમપીનો અલ્ટ્રા-વાઈડ-એંગલ કેમેરો, 2 એમપી બ્લેક અને વ્હાઇટ પોટ્રેટ સેન્સર અને 2 એમપી મેક્રો કેમેરો પણ અહીં ઉપલબ્ધ હશે. ઉપરાંત, ફ્રન્ટમાં 16 એમપીનો કેમેરો હશે.