નવી દિલ્હી : રીઅલમી (Realme)ની પ્રથમ સ્માર્ટવોચ Realme Watchનું પ્રથમ યોજાયું હતું. આ સેલમાં ઘડિયાળની ઘણી માંગ હતી. ગત મહિને રીઅલમી વોચ લોન્ચ કરવામાં આવી હતી. 5 જૂન, શુક્રવારે 12 વાગ્યાથી આ માટે પ્રથમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીએ માહિતી આપી છે કે માત્ર બે મિનિટમાં આ સેલમાં ઘડિયાળના 15,000 થી વધુ યુનિટ વેચાયા છે.
રીઅલમી વોચ માટે આગામી વેચાણ 9 જૂને બપોરે 12 વાગ્યે રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે પાછલા સેલમાં સ્માર્ટવોચ ચૂકી ગયા હો, તો તમને 9 જૂને ફરીથી તક મળશે. ભારતમાં તેની કિંમત 3,999 રૂપિયા રાખવામાં આવી છે અને તેની ડિઝાઇન Apple વોચ દ્વારા પ્રેરિત છે.
A new category, a new record!
Our first smart watch #realmeWatch has got huge success as we have set a new benchmark with 15K+ units sold in less than 2 mins. One more step closer towards becoming the most popular tech trendsetter. pic.twitter.com/PEtpYho2Av
— Madhav Sheth (@MadhavSheth1) June 5, 2020