શાઓમીએ આજે એક ઇવેન્ટમાં તેના લોકપ્રિય બજેટ સ્માર્ટફોન Redmi Note 5 લોન્ચ કર્યો છે.અાપને જણાવી દઈએ કે Redmi Note 4 ભારતમાં સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન છે.તે 3GB/32GB અને 4GB/64GBના બે વેરીયન્ટમાં ભારતમાં રજુ કરવામાં આવ્યો હતો.તેમની કિંમત રૂ .9,999 અને રૂ. 11,999 રાખવામાં આવી છે. તેનું પ્રથમ વેચાણ ફેબ્રુઆરી 22થી શરૂ થશે.ગ્રાહકોને રૂ. 2,200 ના જિઓ-કેશબેક અને એરટેલના વધારાના ડેટાનો લાભ મળશે.
Redmi Note 5 માં 5.99 ઇંચની પૂર્ણ એચડી પ્લસ સ્ક્રીન છે અને તેના ડિસ્પ્લેમાં 18: 9 નો રેશિયો છે.એટલે કે, ઓછા અંશે તમે બેઝલ લેસ સ્માર્ટફોનને કહી શકો છો.તેમાં 32 જીબી સ્ટોરેજ 3 GB રેમ ઉપલબ્ધ છે, જ્યારે 64 GB ઇન્ટરનલ મેમરી 4 GB રેમ સાથે પૂરી પાડવામાં આવે છે.માઇક્રો એસડી કાર્ડ સાથે તમે તેની મેમરીમા વધારો કરી શકો છો.Redmi Note 5માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર છે જેમાં મેક્સ સ્પીડ 2.0 ગીગાહર્ટ્ઝ છે.