નવી દિલ્હી : શાઓમીએ આ વર્ષે માર્ચમાં રેડમી નોટ 9 પ્રો અને રેડમી નોટ 9 પ્રો મેક્સ ભારતમાં લોન્ચ કર્યા હતા. હવે કંપની ભારતમાં રેડમી નોટ 9 લોંચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ માટે એક ટીઝર પણ બહાર પાડ્યું છે. આ ફોનનું વૈશ્વિક લોંચ એપ્રિલના અંતમાં કરવામાં આવ્યું હતું.
રેડમી ઇન્ડિયાએ ટ્વિટર પર એક ટીઝરની તસવીર શેર કરી છે. જે ચેમ્પિયનશિપ બેલ્ટ જેવો દેખાય છે. તેમાં એક તરફ રેડમી (Redmi) અને બીજી બાજુ Note લખેલું છે. તે જ સમયે, આ પટ્ટાની વચ્ચે એક મોટો ‘9’ લખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે રેડમી નોટ 9 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
Fasten your seatbelts and get set for an all new BEAST from the #Redmi family 🙌
Undisputed speed, undisputed performance- the #UndisputedChampion is coming soon! ⚡
Can you guess what we're hinting at? 😉
👉 RT this tweet and head here to get notified: https://t.co/XYxRbFgKft pic.twitter.com/40uAHi8pY0— Redmi India (@RedmiIndia) July 9, 2020