Xiaomi Redmi Note 4 ભારતનો નંબર વન સેલિંગ સ્માર્ટફોન છે, તેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના ભાવમાં ફ્લેટ 1000ની કપાત થઈ ગઈ છે. હવે તેની પ્રારંભિક કિંમત 9,999 રૂપિયા હશે. Redmi Note 4 3 GB રેમની કિંમત 9,999 રૃપિયા અને 4 GB રેમની કિંમત 11,999 થઈ ગઈ છે.
ગ્રાહક આ કપાતનો લાભ Xiaomiની અધિકૃત વેબસાઇટ અને ફ્લિપકાર્ટથી ઉઠાવી શકે છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ પણ આ સ્માર્ટફોન સાથે કેટલીક ઓફર કરે છે ગ્રાહક આ સ્માર્ટફોન ખરીદવા માટે 11,000 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફરનો લાભ લઈ શકે છે. સાથે સાથે એક્સીસ બૅંક બૅઝ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને ગ્રાહક નોટ ઇએમઆઈનો પણ લાભ લઈ શકશે
મેટલ બોડીવાળા Redmi Note 4માં 5.5 ઇંચનું પૂર્ણ એચડી ડિસ્પ્લે છે. સાથે સાથે તેની રીઅરમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. ફોનમાં 625 સ્નેપડ્રેગન પ્રોસેસરનો ઉપયોગ થાય છે. ડ્યુઅલ સિમ વોલ્ડ નોટ 4 MIUI 8 આધારિત એન્ડ્રોઇડ 6.0 માર્સમેંલો પર કામ કરે છે.
ફોન Redmi Note 4ની જાડાઈ 8.4mm છે જ્યારે Note3 ની 8.54mm છે. Note 4માં શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી માટે સ્પીકર બોટમમાં પ્લસ કરાયું છે. Redmi Note 4 બ્લેક, ગોલ્ડ અને ડાર્ક ગ્રે કલરમાં રજૂ કરવામાં આવ્યો છે.
જો કૅમેરાની વાત કરવામાં આવે તો Note 4 ની રીઅરમાં CMOS સેન્સર 13 મેગાપિક્સલ અને ફ્રન્ટ 5 મેગાપિક્સલનો કેમેરા છે. રીઅર કેમેરા એફ 2.0 અપર્ચે, 77 ડીગ્રી વાઇડ એંગલ લેન્સ અને ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશ સાથે આવે છે ફ્રન્ટ કેમેર 85 ડિગ્રી વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે.
કનેક્ટિવિટીમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ, જીપીએસ, માઇક્રો-યુએસબીમાં કનેક્શન માટે છે. ફોન બધા ઉપકરણોથી કનેક્ટ કરી શકાય છે રીમોટ સેન્સર સુવિધા સાથે જોડાયેલ છે.