નવી દિલ્હી : સેમસંગ ગેલેક્સી A51 ગેલેક્સી A સીરીઝનો પહેલો સ્માર્ટફોન થઇ શકે છે, જેમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવશે. ગેલેક્સી A51ને આવતા વર્ષે પહેલાં લોન્ચ કરવામાં આવશે નહીં, પરંતુ તે પહેલાથી જ રેંડર્સમાં જોવા મળ્યું છે. રેંડર્સ પાસેથી જાણવા મળ્યું છે કે ગેલેક્સી A51 ગેલેક્સી નોટ 10 જેવી જ ડિઝાઇનમાં આવશે. આ ઉપરાંત, ટોપ સેન્ટર પોઝિશનમાં પંચ હોલ કેમેરા ડિઝાઇન પણ જોવા મળી છે. તેનું ડિસ્પ્લે 6.5-ઇંચનું હોઈ શકે.
ટીપસ્ટર ઓનલીક્સની ભાગીદારીમાં પ્રાઇસબાબા દ્વારા પોસ્ટ કરાયેલા રેન્ડરમાં જોવા મળે છે કે આ સ્માર્ટફોનને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. તેની બેક પેનલમાં ક્વાડ કેમેરા સિસ્ટમ પણ દેખાય છે. આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં લંબચોરસ કેમેરા સેટઅપ દેખાશે, જેમાં ચાર સેન્સર હાજર છે. આ કેમેરા સેટઅપના ઉપર ડાબા ખૂણામાં એલઇડી ફ્લેશ પણ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેની પીઠ કાચની હશે.
આ સ્માર્ટફોનની જમણી બાજુ વોલ્યુમ રોકર અને પાવર બટન હશે. ડાબી બાજુ સિમ કાર્ડ ટ્રે અને તળિયે યુએસબી ટાઇપ સી પોર્ટ, 3.5 mm.mmનું હેડફોન જેક અને સ્પીકર ગ્રીલ હશે. તેમાં 32 એમપીનો સેલ્ફી કેમેરો હશે અને 6.5 ઇંચનો સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવશે.
ફોટોગ્રાફી માટે, તેના પાછળના ભાગમાં 48 એમપીનો પ્રાથમિક કેમેરો આપી શકાય છે. તેની બેટરી 4,000 એમએએચની હશે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમાં એક્ઝિનોસ 9611 પ્રોસેસર હશે અને તે બ્લેક, બ્લુ અને સિલ્વર કલર વિકલ્પોમાં આવશે. લોન્ચિંગ પહેલા, તેને ગીકબેંચ દ્વારા પણ જોવામાં આવ્યું હતું અને તેને વાઇફાઇ એલાયન્સમાં પણ સ્થાન મળ્યું હતું.