સેમસંગે ભારતમાં આ વર્ષનો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.ઇ-કૉમર્સ વેબસાઇટ Amazon પર તેની માહિતી મળી રહી છે અને અહીં Notify Me વિકલ્પ ઑપ્શન દેખાય છે. દેખાવમાં અા સ્માર્ટફોન પ્રીમિયમ લાગી રહ્યો છે અને ડિસ્પ્લે બેઝલ લેસ લાગી રહ્યું છે. ગ્લાસ મેટલની ડિઝાઇન અને તેમાં બે સેલ્ફી કૅમેરા હશે. એટલું જ નહીં આ સ્માર્ટફોનમાં IP68 રેટિંગ છે કે તે સંપૂર્ણપણે વોટર રેઝિસ્ટન્ટ છે આ સ્માર્ટફોન Samsung Payને સપોર્ટ કરે છે અને ડસ્ટ રેઝિસ્ટન્ટ પણ છે.
સ્પેસિફિકેશનની વાત કરીએ તો Galaxy A8+માં 6 ઇંચની પૂર્ણ એચડી સુપર એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે અને 2.2GHz ઓક્ટાકોર પ્રોસેસર છે. આમાં 6 GB રેમ છે અને તેની ઇન્ટરનલ મેમરી 64 GB છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારીને 256 GB સુધી કરી શકાય છે.
ફોટોગ્રાફીમાટે કંપનીએ પ્રથમ વખત કોઈ સ્માર્ટફોનમાં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા આપ્યો છે. એક લેન્સ 16 મેગાપિક્સલનો છે જ્યારે બીજો લેન્સ 8 મેગાપિક્સલનો છે. રીઅર કેમેરા 16 મેગાપિક્સલનો છે જેનું અપર્ચર એફ / 1.7 છે આમાં ડિજિટલ ઈમેજ સ્ટેબ્લાઇઝેશન આપવામાં આવ્યું છે.
Galaxy A8+માં એન્ડ્રોઇડ 7.1 નુગટ બેસ્ડ કંપનીનો કસ્ટમ યુઝર ઇન્ટરફેસ છે. આમાં 3,500mAhની બેટરી અને ખાસ બાબત એ છે કે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. કનેક્ટિવિટી માટે USB Type C પોર્ટ અાપવામાં અાવ્યો છે.
આ સ્માર્ટફોનમાં ઇનફિનીટી ડિસ્પ્લેનો ઉપયોગ થયો છે અને તેના એસપેક્ટ રેશિયો 18.5: 9 છે. સેમસંગનો આ સ્માર્ટફોન One Plus 5T અને Honor View 10 સાથે ટકરાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.