નવી દિલ્હી : સેમસંગે આખરે ભારતમાં પોતાનો સસ્તો એન્ડ્રોઇડ ફોન ગેલેક્સી એમ01 કોર (Galaxy M01 Core) લોન્ચ કર્યો છે. આ ફોન ગુગલની એન્ડ્રોઇડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેના 1 જીબી રેમ + 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,499 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે 2 જીબી રેમ + 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 6,499 રૂપિયા છે. ગ્રાહકો આ ફોનને બ્લેક, બ્લુ અને લાલ રંગના વિકલ્પોમાં ખરીદી શકશે. આ સ્માર્ટફોનને સેમસંગના રિટેલ સ્ટોર્સ અને સેમસંગ ઇન્ડિયાના ઇ-સ્ટોર્સ અને દેશભરમાં મોટા ઓનલાઇન સ્ટોર્સ દ્વારા ખરીદી શકાય છે. ફોનનું વેચાણ 29 જુલાઈથી શરૂ થશે.
સેમસંગ ગેલેક્સી M01 કોરના સ્પેસીફીકેશન્સ :
ડિસ્પ્લે
5.3 ઇંચ TFT
પ્રોસેસર
ક્વાડ-કોર મીડિયાટેક 6739
રેમ
1 જીબી / 2 જીબી
ઇન્ટર્નલ સ્ટોરેજ
16 જીબી / 32 જીબી
ઓપરેટિંગ સિસ્ટમ
Android GO
રીઅર કેમેરો
8MP
ફ્રન્ટ કેમેરો
5MP
બેટરી
3,000mAh
કનેક્ટિવિટી
4 જી, વાઇ-ફાઇ 802.11 એ / બી / જી / એન, બ્લૂટૂથ, જીપીએસ / એ-જીપીએસ, માઇક્રો-યુએસબી અને 3.5 એમએમ હેડફોન જેક
કંપનીનો દાવો
11 કલાકનો ટોક ટાઇમ