નવી દિલ્હી : સેમસંગે ભારતમાં Galaxy M30s અને Galaxy M10s સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. એમ 30s એ જૂના એમ 30નું જ અપગ્રેડ કરેલું વર્ઝન છે. તેની વિશેષ વાત એ છે કે તેમાં 6,000 એમએએચની બેટરી, સુપર એમોલેડ ડિસ્પ્લે અને ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. આ સિવાય સેમસંગે ગેલેક્સી એમ 10s પણ લોન્ચ કરી દીધો છે. સેમસંગના જણાવ્યા મુજબ 10 હજાર રૂપિયા હેઠળ આ પહેલો સ્માર્ટફોન છે, જેમાં સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી M30s ની કિંમત 4GB / 64GB વેરિએન્ટ માટે 13,999 રૂપિયા અને 6GB / 128GB વેરિએન્ટ માટે 16,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો તેને 29 સપ્ટેમ્બરથી એમેઝોન ઇન્ડિયા અને સેમસંગના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકશે. તે જ સમયે, ગેલેક્સી એમ 10s ની કિંમત 3 જીબી / 32 જીબી વેરિએન્ટ્સ માટે 8,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો 29 સપ્ટેમ્બરથી તેને એમેઝોન અને સેમસંગના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકશે.
સેમસંગ ગેલેક્સી એમ 30sના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં સુપર એમોલેડ પેનલ સાથે 6.4 ઇંચનું ઇન્ફિનિટી-યુ ડિસ્પ્લે છે. આ ઉપરાંત કંપનીએ એવી પણ માહિતી આપી છે કે તેને એચડી કન્ટેન્ટ પ્લેબેક માટે વાઇડવાઇન એલ 1 નો સપોર્ટ છે. તેની બેટરી 6,000 એમએએચ છે. આ સ્માર્ટફોન, સેમસંગના એન્ડ્રોઇડ 9 પાઇ આધારિત વન યુઆઈ પર ચાલે છે.
સેમસંગે આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યું છે. અહીં 48 એમપી પ્રાઈમરી કેમેરા, 8 એમપી અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરો અને 5 એમપી ડેપ્થ કેમેરો છે. સેમસંગ એમ 30sમાં એઆરએમ માલી જી 72 એમપી 3 જી.પી.યુ સાથે એક નવો ઓક્ટા-કોર એક્ઝિનોસ 9611 પ્રોસેસર છે. તેને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે – 4 જીબી રેમ (એલપીડીડીઆર 4 એક્સ) + 64 જીબી સ્ટોરેજ (યુએફએસ 2.1) અને 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ. કાર્ડની મદદથી સ્ટોરેજ 512 જીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન ઓપલ બ્લેક, સેફાયર બ્લુ અને પર્લ કલર વિકલ્પોમાં ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે.
સેમસંગ ગેલેક્સી એમ 10sના સ્પેસીફીકેશન્સ વિશે વાત કરીએ તો તે બજેટ સ્માર્ટફોન છે. તેમાં 6.4-ઇંચનો એચડી + ઇન્ફિનિટી-વી સુપર એમોલેડ ડિસ્પ્લે, એક્ઝિનોસ 7884 બી પ્રોસેસર, 15,000 ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,000 એમએએચની બેટરી, રીઅર માઉન્ટ ફિંગરપ્રિન્ટ સ્કેનર, રીઅરમાં 13 એમપી પ્રાઈમરી સેન્સર અને ફ્રન્ટમાં 5 એમપી અલ્ટ્રા-વાઇડ સેન્સર અને 8 એમપી સેલ્ફી કેમેરા છે.