નવી દિલ્હી : ભારતમાં સેમસંગ (Samsung) ગેલેક્સી એમ 31, ગેલેક્સી એમ 11 અને ગેલેક્સી એમ01 ફોનની કિંમતમાં કાપ મુકવામાં આવ્યો છે. રિટેલ સ્રોતને ટાંકીને 91 મોબાઇલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન નવી કિંમતે ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. વળી, આ કિંમતો સેમસંગ ઇન્ડિયા વેબસાઇટ પર પણ જોઇ શકાય છે.
સેમસંગ ગેલેક્સી M31s ની કિંમત મૂળ રૂ. 19,499 હતી, જોકે, તે સેમસંગ અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર 20,499 રૂપિયામાં વેચાઇ રહ્યો હતો. એમેઝોન પર પણ નવા ભાવ જોવા મળી શકે છે. સેમસંગ ગેલેક્સી એમ 11 અને એમ01 કંપનીનો બજેટ સ્માર્ટફોન છે અને હવે તે પહેલા કરતા સસ્તા થઇ ગયા છે.
સેમસંગ ગેલેક્સી એમ 31 ના 6 જીબી / 128 જીબી વેરિએન્ટના ગ્રાહકો હવે રૂ .20,499 ની જગ્યાએ 19,499 રૂપિયા અને 8 જીબી / 128 જીબી વેરિએન્ટને 22,499 રૂપિયાની જગ્યાએ 21,499 રૂપિયામાં ખરીદી શકશે. એ જ રીતે, ગેલેક્સી એમ 11 ના 4 જીબી / 64 જીબી વેરિએન્ટ્સનું વેચાણ હવે 12,999 રૂપિયાને બદલે 11,999 રૂપિયામાં વેચવામાં આવશે અને 3 જીબી / 32 જીબી વેરિએન્ટ હવે 10,999 રૂપિયાને બદલે 10,499 રૂપિયામાં વેચવામાં આવશે.
અંતમાં, ગેલેક્સી એમ01 વિશે વાત કરીએ તો ગ્રાહકો હવે તેના 3 જીબી / 32 જીબી વેરિએન્ટને 8,399 રૂપિયાની જગ્યાએ 7,999 રૂપિયામાં ખરીદી શકશે.