નવી દિલ્હી : સેમસંગ ગેલેક્સી એસ 10 લાઇટ 512 જીબી મોડેલ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા મોડેલને 8 જીબી રેમ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ગેલેક્સી એસ 10 લાઇટ ભારતમાં ગયા મહિને સિંગલ 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે નવું 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ જૂના વેરિઅન્ટની સાથે હાજર રહેશે. નોંધનીય છે કે, નવા વેરિએન્ટમાં 512 જીબી સ્ટોરેજ ઉપરાંત, તમામ સ્પેસિફિકેશન પહેલાની જેમ હશે.
સેમસંગ ગેલેક્સી એસ 10 લાઇટના નવા 8 જીબી રેમ + 512 જીબી સ્ટોરેજની કિંમત 44,999 રૂપિયા રાખવામાં આવી છે. એટલે કે, કંપનીએ આ નવા મોડેલની કિંમત 128 જીબી સ્ટોરેજ મોડેલ કરતા 5000 રૂપિયા વધારે રાખી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 128GB મોડેલની કિંમત 39,999 રૂપિયા છે. ઉપરાંત, તમને જણાવી દઈએ કે સેમસંગ ગ્રાહકોને જૂના સ્માર્ટફોનના બદલામાં 5000 રૂપિયા સુધીની વધારાનું અપગ્રેડ બોનસ આપી રહ્યું છે.