દુનિયાની લોકપ્રિય સ્માર્ટફોન કંપની Samsung નેક્સ્ટ જનરેશનના ફ્લેગશીપ સ્માર્ટફોનને 2018માં લોન્ચ કરવા માટે તૈયારી કરી રહી છે. જોકે તે પહેલા જ તેના Galaxy S 9ફોનના કેટલાક ફોટો્ઝ લીક થઈ ગયા છે. આ પહેલા જાણકારી આવી હતી કે કંપની Galaxy S 9ના ત્રણ મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં Galaxy S 9, Galaxy S 9+ અને Galaxy S 9 Mini હશે. હાલમાં લીક થયેલા રિપોર્ટ મુજબ મીની વેરિયન્ટમાં 5 ઈંચની ડિસ્પ્લે હશે જ્યારે બાકીના વેરિયન્ટમાં 2017 જેવી જ ડિસ્પ્લે હશે.
આ ત્રણેય મોડલ્સમાં સેમસંગની ડ્યુઅલ એડ્ઝ કર્વ્ડ ઈન્ફિનીટી ડિસ્પ્લે હશે. જાણકારી મુજબ Galaxy S9માં ડ્યુઅલ કેમેરા સાથે લેન્સ પર BABR (બ્રોડ-બેન્ડ એન્ટિ-રિફ્લેક્શન) કોટિંગ હશે. અને તેમાં DSLR લેન્સનો ઉપયોગ કરાશે. કંપની ફિંગરપ્રિન્ટ સેન્સરની જગ્યા પણ બદલી શકે છે.
જીકબેન્ચ લિસ્ટિંગમાં જાહેર થયું કે સ્માર્ટફોનમાં Samsung નેક્સ્ટ જનરેશન ચીપસેટ, એક્સીનોસ 9 સીરીઝ 9810 સાથે 4 GB રેમ હશે. સેમસંગે હાલમાં જ એક્સિનોસ 9810 ચીપસેટની જાહેરાત કરી છે, જે સેકન્ડ જનરેશન ચીપ છે. તેમાં થર્ડ જનરેશનના કસ્ટમ કોર CPUને GPUમાં અપગ્રેડ કરાયું છે. અને તે ગીગાબીટ સ્પીડ ટ્રાન્સફરને સપોર્ટ કરશે. જે એપલના નવા લોન્ચ થયેલા iPhoneમાં પણ નથી. આ ફોનમાં સ્નેપડ્રેગન 854 પ્રોસેસર હોય તેવી પણ માહિતી છે. લિસ્ટિંગમાં જાહેર કરાયા મુજબ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલશે.
26મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી બાર્સેલોનામાં યોજાનારી Samsung Galaxy S 9 અને S 9+ને આવનારી ઈવેન્ટમાં લોન્ચ કરી શકે છે.