નવી દિલ્હી : સેમસંગ પોતાનો નવો સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે, કંપની ગેલેક્સી એમ 41 (Galaxy M41) મોડેલને 6,800 એમએએચની પાવરફુલ બેટરી સાથે લોન્ચ કરશે. આ બેટરી 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. અહેવાલો અનુસાર, આ ફોન સેમસંગ ગેલેક્સી એમ 40 નું અપગ્રેડ મોડેલ છે.
આ સુવિધાઓ હોઈ શકે છે
લીક થયેલા અહેવાલો અનુસાર, સેમસંગ ગેલેક્સી એમ 41 માં 6.67 ઇંચનું ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લે હોઈ શકે છે. આ ડિસ્પ્લે ફુલ એચડી + રીઝોલ્યુશન (1,080 x 2,340 પિક્સેલ્સ) નું હશે. ફોનમાં 6 જીબી સુધીની રેમ આપી શકાય છે. આ સ્માર્ટફોન એક્ઝિનોસ 9630 પ્રોસેસર પર કામ કરશે. સેમસંગ ગેલેક્સી એમ 40 ને ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે કંપનીએ લોન્ચ કર્યો હતો.
કેમેરા
સેમસંગ ગેલેક્સી એમ 41 માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપી શકાય છે. રીઅર કેમેરામાં 64-મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર અને ફાઇવ-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર મળી શકે છે. આ સેમસંગ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.