સાઉથ કોરિયન ટેકનોલૉજી દિગ્ગજ Samsung આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે ચોથા ક્વાર્ટરમાં ફોલ્ડેબલ ડિસ્પ્લે OLED ડિસ્પ્લે અને બિક્સબી કંપનીની વૃદ્ધિને વધારવામાં આવશે.એનો અર્થ એ છે કે આ વર્ષે વિશ્વને સેમસંગ તરફથી ફોલ્ડેબલ ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન જોવા મળશે.
છેલ્લા બે વર્ષથી સતત Samsungના ફોલ્ડેબલ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન કન્સેપ્ટ, ડિઝાઇન અને વિઝન લીક થઈ રહ્યા છે.જો કે Samsung પહેલાં તેનો ફ્લેગશીપ સ્માર્ટફોન Galaxy S9 લોન્ચ કરશે.
અેક રિપોર્ટ મુજબ Samsungના ફોલ્ડેબલ ડિસ્પ્લે OLED ડિસ્પ્લે વાળા સ્માર્ટફોનનું નામ Galaxy X હશે.તેની સ્ક્રીન 7.3 ઇંચનું OLED ડિસ્પ્લે હશે જે ફોલ્ડેબલ કરી શકાશે.અા ફોનમાં સ્નેપડ્રેગનમાં 845 ચીપસેટ સાથે 6GB રેમ અને ડ્યુઅલ રીઅર કેમેરા હોવાની ધારણા છે.