Samsung એક એવી જાહેરાત કરી હતી કે આજ સુધી કોઈ અન્ય કંપનીએ નથી કરી.જી હા, Samsung 512 GB સ્ટોરેજ વાળા ફોનનુ ઍલાન કર્યું છે. Samsungનો આગામી ફ્લેગશીપ સ્માર્ટફોન 512 GBની સ્ટોરેજ ક્ષમતા ધરાવતો હશે. જો Samsungનો અા સ્માર્ટફોન બનશે તો તે સૌથી વધુ સ્ટોરેજ આપતો વિશ્વનો પહેલો ફોન બની જશે.
હાલમાં જે ફોનમાં 128 GB અને 256 GBની સ્ટોરેજ મળી રહી છે તેમને હાઇ સ્ટોરેજ ફોન માનવામાં આવે છે પરંતુ આ ધારણામાં ફેરફાર થશે. Samsung નવી ચીપની જાહેરાત કરી છે કે 512 GB સ્ટોરેજ વાળી ચીપમાં 64 લેયર્સ હશે. આ નવી ચીપમાં 860 એમબી સેકંડના દરથી ડેટા રીડ અને રાઇટ થઇ શકે છે. વધુમાં, 10 મિનિટ સુધી 4K Ultra HD વીડિયો રેકોર્ડ કરી શકાય છે.
અાશા છે કે 2018માં લોન્ચ થનારા Samsung ગેલેક્સી એસ 9 અને ગેલેક્સી નોટ-8 માં મળી શકે છે 512 GBની સ્ટોરેજની કેપેસિટી