નવી દિલ્હી : Apple (એપલ) સામાન્ય રીતે ગોપનીયતા પસંદગીની કંપની માનવામાં આવે છે. આઇફોનને એન્ડ્રોઇડ સ્માર્ટફોન કરતાં પણ સુરક્ષિત માનવામાં આવે છે. Appleના સીઈઓ ટિમ કૂક પણ ફેસબુકની વખતોવખત ટીકા કરતા રહ્યા છે અને તેની પાછળનું કારણ યુઝર્સની પ્રાઇવેસીનું હોય છે.
આઇફોન 11 પ્રો ( iPhone 11 Pro) વપરાશકર્તાઓના લંકેશનને ટ્રેક કરે છે જ્યારે તે ન હોવું જોઈએ. આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. સુરક્ષા સંશોધનકાર બ્રાયન ક્રેબના કહેવા પ્રમાણે, તાજેતરમાં તેમને જાણવા મળ્યું છે કે આઇફોન 11 પ્રો જ્યારે તમે લોકેશન બંધ રાખ્યું હોય ત્યારે પણ લોકેશનને ટ્રેક કરે છે. આ મામલો ગંભીર લાગે છે.
જો તમે આઇફોન વપરાશકર્તા છો અથવા તમે ક્યારેય આઇફોનનો ઉપયોગ કર્યો છે, તો તમે જાણશો કે લોકેશન ચાલુ હોય ત્યારે એક નાનું એરો ચિહ્ન સ્ક્રીનની ટોચ પર દેખાય છે. આનો અર્થ એ છે કે લોકેશન ચાલુ છે. એ જ રીતે, લોકેશન બંધ હોય ત્યારે આ એરો આયકન દેખાતું નથી. જો કે, સેટિંગ્સમાં, તમને એરો ચિહ્નો છુપાવવા માટેનો વિકલ્પ પણ મળશે.