નવી દિલ્હી : વનપ્લસ 7 ટી તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 90Hz ડિસ્પ્લે રિફ્રેશ રેટ હવે કંપની માટે સ્ટાન્ડર્ડ છે, એકદમ એમ જ જેમ આજકલ કંપનીઓ માટે નોચ સ્ટાન્ડર્ડ છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 855+ પ્રોસેસર અને અન્ય તમામ હાઈ એન્ડ સ્પેસીફીકેશન્સ છે.
OnePlus 7Tને તમે OnePlus 7ના અપગ્રેડ તરીકે જોઇ શકાય છે. પરંતુ આ એક સામાન્ય અપગ્રેડ તરીકે જોઈ શકે છે, લગભગ દરેક બાબતમાં તેના જુદા જુદા પ્રકારથી બદલાઈ ગયો છે. થોડા સમય માટે આ સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા પછી, એવું લાગે છે કે કંપનીએ તેને એક સંપૂર્ણ સ્માર્ટફોન બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
આ સ્માર્ટફોન વિશે સૌથી સારી વાત એ છે કે, તેને ભારતમાં પહેલા લોન્ચ કરવામાં આવ્યો હતો અને અહીંના ગ્રાહકોના અનુસાર કિંમત પણ સારી છે. આ સ્માર્ટફોનની કિંમત એકદમ યોગ્ય રાખવામાં આવી છે. આ કિંમતે હાલ તમે 90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 855+ પ્રોસેસરવાળા સ્માર્ટફોનને ખરીદી શકતા નથી.