નવી દિલ્હી : સેમસંગનો ગેલેક્સી એમ 10 એસ (Galaxy M10s) સ્માર્ટફોન હાલમાં કંપનીની ઇ-શોપમાં 7,999 રૂપિયામાં વેચવા માટે ઉપલબ્ધ છે. આ કિંમતે, ગ્રાહકો 3 જીબી અને 32 જીબી સ્ટોરેજવાળો સ્માર્ટફોન ખરીદી શકશે. નોંધનીય છે કે, સેમસંગે આ બજેટ સ્માર્ટફોન ગેલેક્સી એમ 10s ને 8,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ભારતમાં લોન્ચ કર્યો હતો.
ગ્રાહકો આ સ્માર્ટફોનને બે રંગ વિકલ્પોમાં ખરીદી શકે છે – પિયાનો બ્લેક અને સ્ટોન બ્લુ. તે જ સમયે, તે એમેઝોન ઇન્ડિયા પર 8,499 રૂપિયામાં વેચાઇ રહ્યો છે.
આ સ્માર્ટફોનની વિશિષ્ટતાઓની વાત કરીએ તો આ સ્માર્ટફોન 6.40 ઇંચની એચડી + (1520 x 720 પિક્સેલ્સ) ઇન્ફિનિટી -વી સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં સેમસંગનો પોતાનો ઓક્ટો-કોર એક્ઝિનોસ 7884 પ્રોસેસર છે. કાર્ડની મદદથી તેની 32 જીબી ઇન્ટરનલ મેમરીને વધારીને 512 જીબી કરી શકાય છે.