ચીનની સ્માર્ટફોન મેકર Infinix ભારતમાં Infinix Hot S3 લોન્ચ કર્યો છે. તેની ખાસિયતમાં એક સેલ્ફી કેમેરા છે જે 20 મેગાપિક્સલ છે.કંપનીએ તેની સાથે ડ્યુઅલ સોફ્ટ LED ફ્લેશ અાપેલ છે.તેનું મૂલ્ય 8,999 રૂપિયાથી શરૂ થાય છે અને તેનું બીજુ વેરિયેંટ 10,999 રૂ.ના મુલ્યનું છે.બે મેમરી અને રેમ વેરિયેન્ટ છે તેમાં 3 GB રેમ સાથે 32 GB મેમરી છે, જ્યારે બીજામાં 4 GB રેમ સાથે 64 GB ઇન્ટરનલ મેમરી છે.
Infinix Hot S3ને ફક્ત ઈકોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.આ માટે પ્રથમ સેલ 12 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. તે બે કલર વેરિયન્ટ સૅન્ડસ્ટોન બ્લેક અને બ્રશ ગોલ્ડમાં ઉપલબ્ધ છે.
Infinix Hot S3 માં 2.5 ડી કર્વ્ડ ગ્લાસ વાળો વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તે 5.65 ઇંચનું એચડી પ્લસ છે.તેમાં ક્વોલકૉમ સ્નેપડ્રેગન 430 ઓક્ટા કોર પ્રોસેસર સાથે Adreno 505 જીપીયુ આપવામાં આવ્યું છે.આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ અને Android Oreo આધારિત ગ્રાહક UI એ XOS 3.0 પર ચાલે છે.
ફોટોગ્રાફી માટે ફેસ ડિટેકશન ઓટો ફોકસ સાથે 13 મેગાપિક્સલ રીઅર કેમેરા આપ્યો છે.જેનો અપર્ચર એફ / 2.0 છે. અા ફોનમાં 4,000 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની રીઅરમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.