નવી દિલ્હી : સોની ઈન્ડિયા પ્રા.લિ. ગુરુવારે 3,99,990 રૂપિયામાં ભારતમાં ફુલ-ફ્રેમ એન્ટરચેનજેબલ (સંપૂર્ણ ફ્રેમ સાથે વિનિમયક્ષમ) કેમેરો ‘અલ્ફા -9ટૂ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ‘અલ્ફા -9ટૂ’ ગુરુવારથી સોની સેન્ટરો અને મોટા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ સહિત દેશભરના તમામ મોટા રિટેલ કાઉન્ટરો પર ઉપલબ્ધ રહેશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, નવો ‘અલ્ફા -9ટૂ’ મૂળ ‘અલ્ફા -9’ની પ્રભાવશાળી વારસો પર આધારિત છે, જેમાં ઉત્તમ ગ્રાઉન્ડ બ્રેકિંગ સ્પીડ હશે. આ ઉપરાંત, તેમાં ઓટો ફોકસ અને ઓટો એક્સપોઝર ટ્રેકિંગ પણ છે. કંપનીનું કહેવું છે કે, આ કેમેરામાં પ્રતિ સેકેન્ડ 20 ફ્રેમની સાથે સતત ફોટો ક્લિક કરી શકાય છે.
આ કેમેરો મિકેનિકલ શટર સાથે 10 એફપીએસ સુધી સતત શૂટિંગ કરવામાં સક્ષમ છે.