જો તમે સસ્તામાં સ્માર્ટ ફોન ખરીદવાનું વિચારતા હો તો આજકાલ 15,000 રુ.માં ઘણીબધી બ્રાન્ડ્સના સારા-સારા સ્માર્ટફોન્સ ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષથી આ પ્રાઈઝ રેન્જમાં ચાઈનીઝ કંપનીઓ જોરદાર સ્માર્ટફોન્સ લઈને આવી રહી છે. પરંતુ નોકિયા સ્માર્ટફોનની માર્કેટમાં એન્ટ્રીથી માર્કેટ થોડુંક ચેન્જ થઈ ચૂક્યું છે. આ પ્રાઈઝ રેન્જમાં ઘણાબધા વિકલ્પો પૈકી અમે તમારા માટે કેટલાક સ્માર્ટફોન્સની યાદી તૈયાર કરીને લાવ્યા છીએ.આ સ્માર્ટફોન તમને સસ્તા ભાવે મળશે
સપ્ટેમ્બર માસમાં જ Xiaomiએ પોતાનો સ્માર્ટફોન Mi A1 14,999 રુ.ની કિંમતે લોન્ચ કરી દીધો હતો. આ સ્માર્ટફોન Xiaomiનો પ્રથમ એન્ડ્રોઈડ ડિવાઈસ છે. Xiaomi Mi A1 સ્માર્ટફોનમાં 5.5 ઈંચ ફૂલ HD ડિસ્પ્લે, ઓક્ટો-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, 4 GB રેમ, 64 GB એક્સપેન્ડેબલ સ્ટોરેજ, 12 MP ડ્યુઅલ રિયર કેમેરા અને 5MP ફ્રંટ કેમેરા હશે.
Moto G5S ભારતમાં ભારતમાં ઓગસ્ટ માસમાં 13,999 રુપિયાની કિંમતે લોન્ચ કરાયો હતો. આ સ્માર્ટફોનના સ્માર્ટફીચર્સમાં 5.2 ઈંચ ફૂલ HD ડિસ્પ્લે, ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસસ, 4 GB રેમ, 32 GB એક્સપેન્ડેબલ સ્ટોરેજ, 16 MP રિયર કેમેરા, 5 MP ફ્રંટ-ફેસિંગ કેમેરા અને 3,000 mAh ની બેટરી હશે.
Lenovo K8 Noteના ઓગસ્ટમાં બે વેરિયંટ- 3 GB રેમ+32 GB જે 12,999 રુ.ની કિંમતે ઉપલબ્ધ છે, તેમજ 4 GB રેમ + 64 GB જે 13,999 રુ.ની કિંમતે ઉપલબ્ધ છે, લોન્ચ કર્યા હતા. આ ફોનમાં 5.5 ઈંચ ફૂલ HD ડિસ્પ્લે, ડેકા કોર મીડિયાટેક હેલિયો X20 (MT6797) પ્રોસેસર, 13MP+5MP સેકંડરી રિયર કેમેરા, 13 MP ફ્રંટ ફેસિંગ કેમેરા અને 4000 mAh બેટરી જેવા આકર્ષક ફીચર્સ જોવા મળશે.
Nokia 5 પણ Nokia 6 અને Nokia 3ની લગભગ સાથોસાથ જુલાઈ માસમાં જ રજૂ કરાયો હતો. આ ફોનની કિંમત 12,499 રુ. રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 7.1.1. નૂગા પર રન કરે છે. આ ફોન 5.2 ઈંચ IPS LCD ડિસ્પ્લે, ક્વૉલક્વૉમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર, 2 GB રેમ, 16 સ્ટોરેજ, 13 MP રિયર કેમેરા, 8 MP ફ્રંટ ફેસિંગ કેમેરા અને 3000 mAh જેવા શાનદાર ફીચર્સ સાથે આવશે.
Lenovo K8 Plus આ વર્ષે સપ્ટેમ્બર માસમાં 10.999 રુ.ની કિંમતે લૉન્ચ કરાયો હતો. આ ફોન 3GB અને 4GB વેરિયંટમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 13MP+5MP રિયર કેમેરા ઉપલબ્ધ છે, તેમજ 8 MP ફ્રંટ ફેસિંગ કેમેરા પણ છે. આ સિવાય આ ફોનમાં 5.2 ઈંચ HD ડિસ્પ્લે, ઓક્ટો-કોર મીડિયાટેક હેલિયો P25 પ્રોસેસર, 3 GB રેમ, 32 GB એક્સપેન્ડેબલ સ્ટોરેજ અને 4000 mAhની બેટરી પણ ઉપલબ્ધ હશે.
Xiaomi Redmi Note 4 15 હજાર કરતા ઓછી રેન્જમાં આ સ્માર્ટફોન સૌથી વધારે પોપ્યુલર સ્માર્ટફોન્સ પૈકી એક છે. આ સ્માર્ટફોનની કિંમતમાં હાલમાં જ 1000 રુ.નો ઘટાડો થયો છે જેથી આ ફોનનો 3 GB વેરિયંટ હાલ 9,999 રુ.માં અને 4 GB વેરિયંટ હાલ 11,999 રુ.માં મળી રહ્યો છે. આ સિવાય ફોનમાં 5.5 ઈંચ ફૂલ HD ડિસ્પ્લે, ક્વૉલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, 4100 mAh બેટરી, 13 MP રિયર કેમેરા અને 5MP ફ્રંટ ફેસિંગ કેમેરા જેવા શાનદાર ફીચર્સ પણ અવેલેબલ હશે.