સાઉથ કોરિયન કંપની સેમસંગે તાજેતરમાં ભારતમાં ગેલેક્સી એસ 9 લોંચ કર્યો છે. ડિસ્પ્લેની વાત કરીએતો કંપનીઅે OLED ડિસ્પ્લે યુઝ કર્યું છે અને તેની ક્વોલિટી ખુબ જ ભવ્ય છે. તેમાં 5.8 ઇંચનું સ્ક્રીન છે જે કોઈ અન્ય એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી વધુ સારું લાગે છે.એસ્પેટ રેશિયો 18.5: 9 છે અને કર્વ્ડ એજે માટે કારણ છે કે ડિસ્પ્લેની સુંદરતા ડબલ કરે છે.ડિસ્પ્લેનું વ્યુઇંગ એંગલ જબરદસ્ત છે અને બ્રાઇટનેસ આ સેગ્મેંટનું શ્રેષ્ઠ છે.સ્માર્ટફોનને હોલ્ડ કરવાથી જ પહેલી ચીજ તમે તેની ડિસ્પ્લેની સુંદરતા નોટિસ કરી શકો છો.
ડિસ્પ્લે પછી બીજું વસ્તુ જે તમે આ સ્માર્ટફોન પર નોટિસ કરશો તે તેના સુપર ફાસ્ટ પરફોર્મન્સ છે.આ સ્માર્ટફોન માં શ્રેષ્ઠ માં ક્લાસ પ્રોસેસર ક્વોલૉક સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે.મલ્ટી ટસ્કિંગ, ગેમિંગ અને વીડિયો શાનદાર ફિચર્સ છે.અત્યાર સુધી અા યુઝમાં આ સ્માર્ટફોનમાં હેંગ થવા જેવી કાઇ પ્રકારની સમસ્યા નથી.
આ સ્માર્ટફોનમાં એક રિયર કેમેરા છે. DSLRથી ઇન્સ્પાયર થઈને કંપનીએ ડ્યુઅલ અપર્ચેર લેન્સ આપી છે જે કોઈપણ સ્માર્ટફોનને ખાસ બનાવે છે.12 મેગપિક્સલનો મુખ્ય સેન્સર છે. Galaxy S9ના કેમેરાનું રિજલ્ટ ખુબજ સુંદર છે. સુપર સ્લૉ મોશન ફીચર પણ આકર્ષક છે, તમે 960 ઇંચ પ્રતિ સેકન્ડથી એચડી વીડિયો રેકોર્ડ કરી શકો છો અને રેકોર્ડિંગ પછી તેને જુઓ છો અે એક અલગ અનુભવ છે. સુપર સ્લૉ મોશન વીડિયો ક્લૅરીટી પણ ભવ્ય છે.સેમસંગનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ વર્ચ્યુઅલ એસીસ્ટન્ટ બિક્સબી ગેલેક્સી એસ 9 સાથે પણ વધુ સારો અનુભવ આપે છે.