ચાઇનીઝ કંપની Vivoએ આખરે સત્તાવાર રીતે ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે વિશ્વનો પ્રથમ અન્ડર-ડિસ્પ્લે સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનનું નામ Vivo X20 Plus UD છે. જો કે, તેની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ સ્માર્ટફોનના ફિચર્સ Vivo X20 Plusની જેવા દેખાય છે. તેમ છતાં સૌથી મોટી વસ્તુ પોતે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે, જે તેને અલગ બનાવે છે.આ તે જ સ્માર્ટફોન છે જે સીનેએપ્ટીક્સ અને Vivoએ CES 2018માં દર્શાવ્યું હતું.
સ્પેશિફિકેશનની વાત કરીએ તો Vivo X20 Plus UD 6.43 ઇંચની પુર્ણ ડિસ્પ્લે છે. 2160 x 1080 પિક્સલ AMOLED પ્રદર્શન 18: 9નું ડિસ્પ્લે છે. તેમાં 3.2 2.2GHz સ્પીડ ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે.
Vivo X20 Plus UDમાં 128 GBની ઇન્ટરનલ મેમરી છે અને 4 GBની RAM છે, જે કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાય છે.આ સ્માર્ટફોન સંપૂર્ણપણે મેટલ બોડીનો બનેલો છે.
કેમેરા વિશે વાત કરવામાં અાવે તો બે કેમેરા તેની બેક સાઈડમાં આપવામાં આવ્યા છે. પ્રથમ કેમેરા 24MP છે બીજો કેમેરા 5 મેગાપિક્સલનો છે. ફ્રન્ટ પરનો 24 મેગાપિક્સલનો કેમેરા સેલ્ફી માટે ઉપલબ્ધ છે.તેના રીઅર કેમેરામાં LED સપોર્ટ પણ છે. તેના રીઅર કેમેરામાં ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) સપોર્ટ પણ છે.
કનેક્ટિવિટીના સંદર્ભમાં, 4G LTE, VoLTE, Wi-Fi 802.11 b/g/n/ac, Bluetooth, GPS અને માઇક્રો-USB સપોર્ટ છે. Vivo X20 Plus UDમાં 3800mAhની બેટરી છે. અેક રિપોર્ટ અનુસાર તેની કિંમત અાશરે 39,700 જેવી માનવામાં અાવી રહી છે.