ચીની ઇ-કોમર્સ કંપની અલીબાબાના આધિપત્યવાળી UC Browser એપને પ્લે સ્ટૉર પરથી દૂર કરાયું છે. આ એપ ભારતમાં ડાઉનલૉડ થવાવાળી છઠ્ઠા નંબરની એપ છે પણ હવે પ્લે સ્ટૉર પર સર્ચમાં અવેલેબલ નથી. UC Browserને પ્લે સ્ટૉર પરથી દૂર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મિસલીડિંગ અને પ્રાઇવસી કન્સર્નના કારણે આ એપને પ્લે સ્ટૉર પરથી કથિત રીતે રિમૂવ કરવામાં આવી છે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર કારણ મળી શક્યું નથી.
ભારતમાં આ બ્રાઉઝર ખુબ પૉપ્યૂલર છે. દુનિયાભરમાં આના 420 મિલિયન યૂઝર્સ છે, તેમાંથી 100 મિલિયન યૂઝર્સ માત્ર ભારતમાં જ છે, એટલે કે 10 કરોડ ભારતીય યૂઝર વાળી UC Browser એપ હવે પ્લે સ્ટૉર પર લિસ્ટેડ નથી.
આ વર્ષે ઓગસ્ટમાં રિપોર્ટ્સ આવ્યા હતા કે UC Browser ડેટા રિમૉટલી ચીનમાં પોતાના સર્વરમાં મોકલે છે. ત્યારબાદ આ મુદ્દે સરકારે કડક વલણ પણ અપનાવ્યું હતું. એટલું જ નહીં 2015માં કેનેડાના એક રિસર્ચરે દાવો કર્યો હતો કે ચીન અને ઇગ્લિંશ લેગ્વેજ વર્ઝન UC Browser ના કારણે પર્સનલ ડિટેલ્સ જેવા લૉકેશન, સર્ચ સબ્સક્રાઇબ ડિવાઇસ નંબર હાંસલ કરી શકાય છે. જોકે કંપનીએ આ વિશે પછીથી સ્પષ્ટતા કરી દીધી હતી.
અગાઉ પણ UC Browser પર ડેટા કલેક્ટ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે, જોકે પ્લે સ્ટૉર પર UC Browser Mini અને New UC Browser અવેલેબલ છે. યુસી બ્રાઉઝરે છેલ્લે કેટલાક વર્ષોમાં ઇન્ડિયન સ્માર્ટફોન યૂઝર્સમાં ઝડપથી પોતાની પકડ મજબૂત કરી દીધી છે