નવી દિલ્હી : વીવો (Vivo)એ ભારતમાં પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન વીવો X50 અને વીવો X50 પ્રો લોન્ચ કર્યા છે. કંપનીએ આ બંને સ્માર્ટફોન સાથેના કેમેરાને લઈને મોટા દાવા કર્યા છે.
વિવો X50 પ્રોને જિમ્બલ લેવલનો કેમેરો આપવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે, વિડિઓ સ્ટેબિલાઇઝેશનને ધ્યાનમાં રાખીને કંપની આ સ્માર્ટફોનને માર્કેટમાં અલગ રીતે પ્રમોટ કરશે. ચાલો આ સ્માર્ટફોનની સુવિધાઓ, વિશિષ્ટતાઓ અને ભાવ વિશે જાણીએ.
Vivo X50, Vivo X50 Pro ની કિંમત અને ઓફર્સ
વીવો X50 ના 128 જીબી વેરિએન્ટની કિંમત ભારતમાં 34,990 રૂપિયા રાખવામાં આવી છે. તેના બે વેરિએન્ટ્સ છે, ટોપ વેરિયન્ટમાં 256GB સ્ટોરેજ છે અને તેની કિંમત રૂપિયા 37,990 છે.
વીવો એક્સ 50 પ્રો વિશે વાત કરીએ તો કંપનીએ તેની કિંમત 49,990 રૂપિયા રાખી છે. તે ફક્ત એક જ મોડેલમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 256GB સ્ટોરેજ છે. ગ્રાહકો તેને 24 જુલાઈથી ખરીદી શકે છે. પ્રી બુકિંગ આજ (16 જુલાઈ) થી શરૂ થઈ ગયું છે. પ્રી બુકિંગ ઓનલાઇન અને ઓફલાઇન રિટેલરો દ્વારા કરી શકાય છે.