Vivo V7ને ઇન્ડોનેશિયામાં લોંચ કરવામાં આવ્યો છે. ભારતમાં 20 નવેમ્બરે લોન્ચિંગ થશે. આ સ્માર્ટફોનની ખાસિયત તેની 24 MP સેલ્ફી છે. આ સ્માર્ટ ફોન સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલ Vivo V7 + સાથે ખૂબ મળતો આવે છે. કંપનીએ તેની કિંમત આશરે 18,300 રૂપિયા છે. કંપનીએ તેને ગોલ્ડ અને મેટ બ્લેક કલર વરિયન્ટમાં લોન્ચ કર્યો છે.
ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનની રીઅર એફ 2.0 એક્સર્જર અને ફ્લેશ સાથે 16 મેગાપિક્સલનો કેમેરા છે. તેમા સેલ્ફી માટે ખાસ કરીને મૂનલાઈટ ગ્લો સેલ્ફી લાઈટ સાથે એફ 2.0 મેગાપિક્સલ સાથે કેમેરા હાજર છે તેની ઇન્ટરનલ મેમરી 32 GBની છે, જે કાર્ડની મદદથી 256 GB સુધી વિસ્તૃત કરી શકાય છે.
કનેક્ટિવિટીની વાત કરીયે તો Vivo V7 માં 4G VoLTE, Wi-Fi, Bluetooth v4.2, જીપીએસ / એ-જીપીએસ, માઇક્રો-યુએસબી અને એફએમ રેડિયો હાજર છે. તેની બેટરી 3000 mAh છે અને તેનું વજન 139 ગ્રામ છે