ચીની સ્માર્ટફોન બનાવતી કંપની Vivoના સ્માર્ટફોન ખરીદતાં લોકો માટે ખુશખબર છે. એેમેઝોન વેબસાઇટ પર વિન્ટર કાર્નિવલ સેલ હેઠળ Vivo બ્રાન્ડના Vivo V7+, Vivo V5s, Vivo V5 Plus, Vivo Y69, Vivo Y66, Vivo Y53 અને Vivo Y55s સ્માર્ટફોન ઓફરમાં ઉપલબ્ધ છે. Vivo વિન્ટર કાર્નિવલની શરૂઆત બુધવારથી થઇ છે. જે શુક્રવાર સુધી ચાલશે.
Vivoના વિન્ટર કાર્નિવલ સેલ હેઠળ એમેઝોન ઇન્ડિયા Vivoના હેન્ડસેટ ખરીદવા માટે જુના ફોન એક્સચેન્જ કરવા પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. એમેઝોન પે બેલેન્સ હેઠળ પાંચ ટકાનું કેશબેક મળશે.એક્સચેન્જ સાથે ફોન ખરીદવા પર 2000 રૂપિયાની વધુ છુટ મળશે. આ ઉપરાંત વ્યાજ વગર ઇએમઆઇનો વિકલ્પ પણ છે. Vivoની પ્રોડક્ટ ખરીદી કર્યા પછી બુકમાયશો તરફથી સિનેમાની બે ટિકિટ પણ મળશે. કંપની Vivo V7+ ની સાથે 12 મહિનાની સ્ક્રિન રિપ્લેસમેન્ટ ગેરન્ટી પણ આપી રહી છે.
કંપનીએ તાજેતરમાં જ Vivo V7+નવા એનર્જેટિક બ્લુ રંગમાં લોન્ચ કર્યો હતો. Vivo V7+ની કિંમત ભારતમાં 21,990 રૂપિયા છે. તે એમેઝોન ઇન્ડિયા પર પણ ઉપલબ્ધ છે. Vivo V5+ની કિંમત 19,990 રૂપિયા છે. જ્યારે Vivo V5S 17,990માં મળી રહ્યો છે.Vivo Y69 તમને 14,990 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે Vivo Y66ને 13,990 રૂપિયામાં મળે છે. Vivo Y53 હેન્ડસેટની કિંમત 9,990 રૂપિયા છે અને Vivo Y55Sની કિંમત 11,990 રૂપિયા છે.