નવી દિલ્હી : ભારતીય ટેલિવિઝન કંપની Vu (વિયુ) એ પરવડે તેવા પ્રીમિયમ 4 કે સિનેમા ટીવીની સિરીઝ લોન્ચ કરી છે. આ ટીવી 43 ઇંચ, 50 ઇંચ અને 55 ઇંચના ડિસ્પ્લે કદમાં લોન્ચ કરવામાં આવી છે. ટીવીની પ્રારંભિક કિંમત 26,999 રૂપિયા છે. તે 4K રીઝોલ્યુશન સાથે ડોલ્બી વિઝન એચડીઆર અને એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. ભારતીય બજારમાં તે શાઓમી, વનપ્લસ, સેમસંગ અને એલજી જેવી કંપનીના ટીવી સાથે સ્પર્ધા કરશે.
Vu 4K સિનેમા ટીવી સ્ક્રીન કદની કિંમત
43 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન 26,999 રૂપિયા છે
50 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન 29,999 રૂપિયા છે
55 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન 33,999 રૂપિયા છે
વીયુ સિનેમા સિરીઝ 18 મી જાન્યુઆરીથી એમેઝોન ઇન્ડિયા વેબસાઇટ પરથી વેચાણ પર આવશે. ઉપરાંત, તમે તેને ઓફલાઇન ડીલરો અને સ્ટોર્સ પરથી પણ ખરીદી શકાશે.